રાજકારણમાં મારું કામ નહીં, ફિલ્મોમાં અભિનય કરું એ પૂરતું છે : કરીના

0
5

મુંબઈ,તા.૨૨
મોખરાની અભિનેત્રી કરીના કપૂર ખાને કહ્યું હતું કે રાજકારણમાં મારું કામ નહીં. મને પોલિટિક્સમાં રસ નથી. હું ફિલ્મોમાં અભિનય કરું એ પૂરતું છે. એક મિડિયા મેને એને એવો સવાલ કર્યો હતો કે તમને કોંગ્રેસ કે અન્ય કોઇ પોલિટિકલ પાર્ટી ટિકિટ આપે તો તમે ભોપાલની બેઠક પરથી ચૂંટણી લડશો કે ?
એના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે ના ભાઇ ના, પોલિટિક્સમાં મારું કામ નહીં. મને પોલિટિક્સમાં બિલકુલ રસ નથી. હું પરદા પર અભિનય કરતી વખતે નેતાગીરી કરું એ પૂરતું છે.
હાલ કરીના અક્ષય કુમાર સાથે ગૂડ ન્યૂઝ ફિલ્મ ઉપરાંત કરણ જાહરની કલંક ફિલ્મ પણ કરી રહી છે. એણે કહ્યું કે કોઇ પોલિટિકલ પાર્ટીએ મારો સંપર્ક સાધ્યો નથી અને મને ટિકિટની આૅફર કરી નથી. એ વિશેના મિડિયા રિપોર્ટ ખોટા છે. મને પોતાને પણ પોલિટિક્સમાં રસ નથી. મારી પ્રાયોરિટી ફિલ્મો છે. એ સિવાય મને કશામાં રસ નથી.
આ મિડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ઇશારે કોર્પોરેટર યોગેન્દ્ર સિંઘ યાદવે એવો દાવો કર્યો હતો કે ભોપાલની બેઠક પર ભાજપને હરાવવા અમે કરીના કપૂરને ટિકિટ આપવાના છીએ અને કરીનાએ આ ચૂંટણી લડવાની હા પાડી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY