ટંકારામાં પ્રભુચરણ આશ્રમ ખાતે મોરબી જિલ્લા ભાજપની કારોબારી યોજાઈ હતી.આ કારોબારી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં રાજકોટના સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા,પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા,જિલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા,પ્રભુદાસભાઇ પનારા,દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મોરબી જિલ્લા ભાજપની ટીમ ઉપસ્થિત રહી હતી.
તે ઉપરાંત ટંકારા તાલુકા ના આગેવાન પ્રવીણભાઈ લો, કિરીટભાઈ, સંજયભાઈ, નાગજીભાઈ બાવરવા, સંજયભાઈ ભાગીયા, ભવાનભાઈ, બેચરભાઈ ઘોડાસરા, કેશુભાઈ રૈયાણી સહીતના ટંકારા તાલુકાના કાર્યકર્તા હાજર રહ્યા હતા. સાથે જ વાંકાનેર તાલુકાના હોદેદારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાએ કાર્યકર્તાને સંબોધતા જણાવ્યું હતું કે,”ચૂંટણી માં થયેલા તમામ મતભેદ ભૂલી 2019 માટે કામે લાગી ખંભે ખમ્બા મિલાવી કામ કરી દેશના વિકાસમાં ભાગીદાર થવા અનુરોધ કરવામાં આવેલ વધુમાં મોહનભાઇએ કહ્યું હતું કે, વધપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ્માન ભારત યોજના, માં વાત્સલ્ય યોજના, અમૃતમ યોજના લોકો સુધી પહોંચાડી લોકોને તેનો લાભ માળે તે માટે જાગૃત કરવા જણાવ્યું હતું ઝીરો બેલેન્સ બેન્ક ખાતું,બીપીએલ કાર્ડ ને ગેસ કનેકશન, અઢાર હજાર ગામડા ને વીજળી વગેરે જેવી યોજના લોકો સુધી પહોંચાડવા મોહનભાઇ કુંડારીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો અને ભાજપ ને 2019 માં ફરી જીતાડવા તમામ કાર્યકર્તાને કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.
તે ઉપરાંત કારોબારી બેઠકમાં ટંકારા તાલુકાની ટીમની જાહેરાત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા કરવામાં આવી હતી, જેમાં ટંકારા તાલુકા પ્રમુખ તરીકે નટુભાઈ કડીવાર, ઉપપ્રમુખ તરીકે મહેશભાઈ લિખિયા, મહામંત્રી તરીકે કિરીટભાઈ અંદરપા, અને ભાવિનભાઈ ભાગીયાની નિમણુંક કરવામાં આવી હતી.
રાહુલ નગવાડિયા
જંગ એ ગુજરાત વેબ ન્યૂઝ
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




