મોરબી જીલ્લામાં પશુધન માટે ઘાસ-ખોળ રાહતદરે આપવા માંગ

0
264

વિવિધ સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદન

મોરબી જીલ્લામાં વસતા માલધારી પશુપાલકના પશુધન માટે ઘાસ અને ખોળ રાહતદરે આપવામાં આવી તેવી માંગ માલધારી સમાજની સંસ્થા દ્વારા કલેકટરને કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) દ્વારા તેમજ વડવાળા યુવા સંગઠન મોરબી અને શિવસેના દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં વસતા માલધારી પશુપાલક પરિવારો માટે ઘાસ અને ખોળના ડીપો તાત્કાલિક ધોરણે શરુ કરવામાં આવે હાલ મોરબી જીલ્લામાં અપૂરતો વરસાદ હોવાથી લીલું ઘાસ તેમજ સુકું ઘાસની તંગી હોય અને ઘાસના વેપારીઓ દ્વારા એક મણના so રૂપિયા ઉપર ભાવ લેતા હોય

જેથી આ મોંઘવારીમાં માલધારી પરિવારોને આ પરવડે તેમ ના હોય અને સીમમાં પશુ ચરી પણ હાલ નષ્ટ થઇ ગયેલ છે જેથી માલધારી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે જેથી મોરબી જીલ્લામાં ઘાસ ડીપો શરુ કરાવી તેમજ રાહત ભાવે ખોળ માલધારીઓને મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

રાહુલ નગવાડિયા
જંગ એ ગુજરાત
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY