ત્રણ યુવાનોને હનીટ્રેપમાં ફસાવી ૧-૧ લાખ માંગનાર ૪ સામે ફરિયાદ

0
8

મોરબી,તા.૨૫
મોરબી પંથકમાં હનીટ્રેપ રૂપિયા કમાવવાનું હાથવગું સાધન બની ગયું છે અને મોરબીમાં હનીટ્રેપ કરી માલદાર લોકોને ફસાવવાની જાણે કે ફેશન બની ગઈ હોય તેમ વધુ એક હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાકા-ભત્રીજા સહીત ત્રણનો બીભત્સ વિડીયો બનાવી ચાર ઇસમોએ રૂપિયાની માંગણી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મોરબી નજીકના ઝીકીયારી ગામના રહેવાસીએ પોલીસને ફરિયાદ કરતા જણાવ્યું છે કે એસન્ટ કાર નં જીજે ૩ સીઆર ૪૬૩૩ માં આવેલ ચાર ઈસમોએ ફરિયાદી કાકા-ભત્રીજા સહિતના ત્રણ લોકોને યુવતીની મોહજાળમાં ફસાવી આરોપીઓએ બેફામ માર માર્યો હતો. એટલું જ નહિ પરંતુ બળજબરીથી તેના કપડા ઉતારી વિડીયો બનાવી વાયરલ કરી દેવાની ધમકી આપી આરોપીઓએ દરેક ભોગ બનનાર પાસેથી એક એક લાખની માંગણી કરી હતી અને રૂપિયા ના આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.
જેથી ડરી ગયેલા ભોગ બનનાર ત્રણેય લોકોએ આરોપીઓ સાથે રકઝકના અંતે દોઢ લાખ આપવાનું નક્કી કર્યું હતુ અને બીજા દિવસે રકમ આપવાનું નક્કી કર્યું હતુ. જા કે દોઢ લાખની વ્યવસ્થાના થતાં અને આરોપીઓ વીડિયો વાયરલ કરી દઈને બદનામ કરશે. તેવા ભયથી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે આરોપીઓ સામે ધાકધમકી, બ્લેકમેઈલ તેમજ આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ સીપીઆઈ જે. એમ. આલ ચલાવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY