એક વખતની માફી યોજનાનો લાભ લેવા અનુરોધ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ વર્તુળ કચેરી મોરબી, વિભાગીય કચેરી હળવા અને પેટા વિભાગીય કચેરી હળવદ ટાઉન દ્વારા રાજ્યના કાયમી ધોરણે બંધ થયેલ વીજ જોડાણવાળા ગ્રાહકોના બાકી લ્હેણાંની વસુલાત માટેની એક વખતની માફી યોજના અંતર્ગત આવતીકાલે તા. ૨૮-૦૨ ના રોજ હળવદ પેટા વિભાગીય કચેરી ખાતે માફી મેળો યોજાશે.
પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે વીજ ગ્રાહકોના કનેક્શન કાયમી ધોરણે રદ થઇ ગયેલ હોય, પાવર ચોરીનો દંડ આવેલ હોય તેવા ચાલુ ગ્રાહકો તથા બિન ગ્રાહકો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક વખતની માફી યોજના અંતર્ગત રૂ ૫૦૦ ભરી માફી આપવાની યોજનાનો લાભ લેવા માફી મેળો યોજાશે. તા. ૨૮-૦૨ ને ગુરુવારના રોજ સવારે ૧૦ કલાકે માફી મેળો પેટા વિભાગીય કચેરી હળવદ ખાતે યોજાશે જેનો ગ્રાહકો લાભ લે તેવો અનુરોધ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવ્યો છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





