હળવદમાં ડોકટર યુગલના લગ્ન પ્રસંગે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
સાથે સાથે પોતાની કન્ટ્રકસન સાઇટ પર કામ કરતા ૧૫૦ થી વધુ શ્રમયોગી (મજૂર) ને લગ્ન પ્રસંગે સ્વરૂચી ભોજન કરાવવામાં આવ્યું અને શિશુમંદિર ની બાળાઓ ને મીઠાઈ તથા ફરસાણ સહિત નું ભોજન કરાવવામાં આવ્યું
હળવદ ના ઉમા સોસાયટી માં રહેતા શંકરભાઇ ગોવિંદભાઇ પરેચા ની લાડકવાઈ દીકરી ડો.નિધિ એસ.પરેચા સંગ ડો.ચિરાગ બી. અઘારા ના લગ્ન પ્રસંગે પુલવામા માં શહીદ થયેલ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને શહિદ થયેલ જવાનો ના પરિવાર ને આ પ્રસંગ નિમિતે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે 25,555 રૂ. નું અનુદાન આપી આર્થિક મદદ કરવામાં આવી અને 2 મિનિટ મૌન પાડી સૌ જાનૈયા અને માંડવીયા પુલવામાં માં શહીદ થયેલ જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે સાથે શંકરભાઇ ની કન્ટ્રકસન સાઇટ પર કામ કરતા તમામ શ્રમયોગી ભાઈઓ તથા બહેનો ને સ્વરૂચી ભોજન કરાવવામાં આવ્યું અને શિશુમંદિર ની બાળાઓ ને પણ આ પ્રસંગ નિમિતે મીઠાઈ ફરસાણ સહિત નું ભોજન કરાવામાં આવ્યું
આ રીતે પરેચા પરિવારે પોતાની દીકરી ના લગ્નપ્રસંગ ની અનોખી ઉજવણી કરી જે સમાજ માટે પ્રેરકરૂપ બનશે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





