સમગ્ર દેશમાં જ્યારે મહાન ભારતીય વૈજ્ઞાનિક સી.વી.રામનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે મોરબી દરવાજા બહાર આવેલ શાળા નંબર-4 ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત વર્તમાન સમયમાં બાળકોને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે જોડવા અને તેને તે તરફ અભિમુખ કરવા માટે ધોરણ 6 થી 8ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત તમામ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આશરે 40 જેટલા પ્રયોગો 80 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયા હતા.સમગ્ર પ્રયોગોનું ધોરણ 3 થી 8ના બાળકોને નિદર્શન કરાવવામાં આવ્યું હતું.જેને નિહાળીને બાળકો નવાઈ પામી ઉઠ્યા હતા.બાળ વૈજ્ઞાનિક બનેલા બાળકોએ પોતાના પ્રયોગોને ખુબજ સરસ રીતે સમજાવ્યા હતા. જેમાં વિદ્યુત પરિપથ,સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ,પદાર્થોનું અલગીકરણ,ચુંબકના ગુણધર્મો,હવાનું દબાણ,ઉર્જાનું રૂપાંતર,ગતિ,બળ અને ઝડપ તથા પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની સમજ વગેરે પ્રયોગો રજૂ થયા હતા. કાર્યક્રમને શાળાના આચાર્ય રાજેશભાઈએ ખુલ્લો મુક્યો હતો અને સાથોસાથ શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક ભાવેશભાઈ,જીતેન્દ્રભાઈ અને પ્રવિણાબેન તથા સ્ટાફ દ્વારા વિજ્ઞાન દિવસને સફળ અને સુંદર બનાવવા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી. આમ સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયો હતો.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





