ન્યુ દિલ્હી,તા.૨૮
વડાપ્રધાન મોદીએ વિજ્ઞાન ભવનમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર દરમિયાન વૈજ્ઞાનિકોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હમણાં જ એક પાયલોટ પ્રોજેક્ટ થઈ ગયો છે. આ માત્ર પ્રેક્ટીસ હતી રિયલ તો હજુ બાકી છે. વડા પ્રધાને આ નિવેદન આપ્યું ત્યારે વૈજ્ઞાનિકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.
તેમણે કહ્યું, “નેશનલ સાયન્સ ડે અંતર્ગત તમારી વચ્ચે આવવાની તક મળી છે. તમે હમણા જ એક પાયલોટ પ્રોજેક્ટ પુરો કર્યો છે. પરંતુ દેશનો એક પાયલોટ પ્રોજેક્ટ હમણા જ શરૂ થયો છે. તમે એવા સંશોધનનો કરો જે દેશને ઉપયોગી થાય. તમારી ઉપલબ્ધીઓનો દેશને ગર્વે છે. વૈજ્ઞાનિક લેબોરેટરીમાં જીવન વિતાવે છે, સૌથી વધુ ત્યાગ તેમનો પરિવાર કરે છે, તેથી હું તમારા પરિવારનું તાળી પાડી સન્માન કરવા માગીશ. તમારા સંશોધનનોનો લાભ પેઢી દર પેઢી મળે છે. જય જવાન, જય વિજ્ઞાન અને જય કિસાન જય અનુસંધાન નવા ભારતનો નારો છે.”
વડા પ્રધાને વધુમાં કહ્યું, “હું વિજ્ઞાનને લોકો જરૂરિયાત સાથે જાડાવાના વિચારોનો આગ્રહી છું. અમારી સરકાર આ દિશામાં કઈકને કઈક કરતી રહે છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી ઊભરતી અર્થ વ્યવસ્થા છે. આ સ્થિતિમાં આપણે સાયન્સ ટેકનાલાજી અને ઇનોવેશનને જનતા સાથે જાડી તેને લોકોની આકાંક્ષા અનુસાર બનાવવું જાઈએ.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની થોડીક ક્ષણો પહેલાં જ દેશને એક સારા સમાચાર મળ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એરફોર્સના પાયલટ અભિનંદનને શુક્રવારે છોડવાની જાહેરાત કરી હતી. તેમણે સંસદના સંયુક્ત સત્રમાં જણાવ્યું હતું કે અમે અભિનંદનને મુક્ત કરી માનવતાનો સંદેશ આપવા માંગીએ છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




