મોરબી જીલ્લા પંચાયતના વિવિધ કોર્ટ કેસો લડવા માટે વકીલ પેનલમાં ધ્રુવકુમાર રવિચંદ્રભાઈ રાવલની નિમણુક કરવામાં આવી છે જેને સૌ કોઈ આવકારી રહ્યા છે
મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જે બેઠકમાં મોરબી જીલ્લા પંચાયતમાં હસ્તક ઉપસ્થિત થતા કેસો જેવા કે હાઈકોર્ટ તથા લેબર કોર્ટ અને સ્થાનિક કોર્ટ કેસો માટે વકીલોની પેનલ તા. ૦૭-૧૦-૧૬ ની કારોબારી સભામાં મંજુર થયેલ છે અને તા. ૨૭-૧૦-૧૬ ના રોજ વકીલોની પેનલ રચના માટેનો હુકમ કરવામાં આવ્યો છે હાલ ધ્રુવકુમાર રવિચંદ્રભાઈ રાવલને પેનલમાં સમાવવા માટે મળેલી અરજી અન્વયે કારોબારી સમિતિની બેઠકમાં રાવલ ધ્રુવકુમારનો વકીલ પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે રાવલ ધ્રુવકુમારની વરણીને પગલે પરિવાર અને મિત્ર વર્તુળમાં આનંદની લાગણી છવાઈ છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





