કિમ, કામરેજ, કોસંબા પોલીસે ફેટલનો ગુનો દાખલ કર્યા
સુરત, તા.૧
સુરત જિલ્લામાં બનેલા માર્ગ અકસ્માતના બનાવોમાં ત્રણ વ્યકિતઓના કરૂણ મોત નીપજતા પોલીસે ફેટલનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કિમ-ચાર રસ્તા ચિરાગ રેસિડેન્સી પાસે એક ચાર ચક્રિય વાહન ચાલકે (જીજે-૦૫-જેએસ-૩૯૭૯) પોતની કાર પૂરપાટ ઝડપે હંકારી આગળ ચાલતી મોટર સાઈકલ સવારને ટક્ક મારી કાનિ્ïતભાઈ ડામોરના કાકા રાજેશ કાળુભાઈનું કરૂણ મોત નીપજવાવી ફરાર થઈ ગયા હતો. પોલીસે ફેટલનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બવાહન અકસ્માતનો બનાવ કોસંબાï પોલીસ મથકમાં નોîધાયો હતો.માંગરોળ તાલુકાના હથોડા ગામના વતની સાકિબ ઈબ્રાહીમ ચૌહાણ નોîધાયેલી વાહન અકસ્માતની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અજાણ્યા આઈશર ડમ્પરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈïપૂર્વક હંકારી ચલાવતા એક મોટર સાઈકલ ચાલકને અથડાતા પાછળ બેઠેલા ૭૦ વર્ષના દુર્લભભાઈ પટેલનું કરૂણ મોત નીપજાવી ફરાર થઈ ગયા હતો. જ્યારે ત્રીજા વાહન અકસ્માતની વિગતો એવી છે કે, કામરેજ ધોરણ પારડી ગામની સીમ પાસેથી અજાણ્યા કન્ટેનર વાહન ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર ચાલકને ટક્કર મારતો ચાલકનું મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. ત્રણેય ગુનામાં પોલીસ ફેટલનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



