વાંકાનેર મા બે સ્થળે દારૂના દરોડા,ચાર આરોપી મુદામાલ સાથે ઝડપાયા

0
12

ઈંગ્લીશ દારૂ, રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત
વાંકાનેર પંથકમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી રોકવા તાલુકા પોલીસે કમર કસી હોય જેમાં વધુ બે સ્થળેથી દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે ચાર આરોપીની અટકાયત કરી છે તેમજ મુદામાલ જપ્ત કરાયો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની રાહબરી હેઠળની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોન્ડા મોટરસાયકલ નંબર જીજે ૦૩ જેબી ૮૬૫૫ ને આંતરી બાઈકમાં સવારે વિપુલ ધુધા ડેરવાણીયા રહે કોમેટ સિરામિક પાસે જાંબુડિયા અને વિજય બદેશિંગ ઉર્ફે બદિયાભાઇ રાઠોડ રહે હાલ કોમેટ સિરામિક પાસે જાંબુડિયા વાળાને ઝડપી તેની પાસેથી વિદેશી દારૂનો ૧૧,૨૮૦ ની કિમતનો જથ્થો તેમજ મોટરસાયકલ સહીત ૪૬,૨૮૦ નો મુદામાલ જપ્ત કરાયો છે
જયારે અન્ય દરોડામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન ચેકિંગમાં સીએનજી રીક્ષા નં જીજે ૦૩ બીટી ૮૮૯૨ ને રોકી તલાશી લેતા દારૂ અને બીયર સહીત ૨૧૦૦ નો મુદામાલ મળી આવતા રીક્ષા સહીત ૫૨,૧૦૦ નો મુદામાલ જપ્ત કરાયો છે અને આરોપી રાજુ સુનીલ મોહિતે અને વનરાજસિંહ ઇન્દ્રસિંહ સોલંકી રહે રાજકોટ વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY