રાજકોટ ડેરી માં પણ ACB ત્રાટકી ,રાજ્યમાં ભ્રષ્ટાચાર નું વધુ પ્રમાણ.

0
146

ગુનાની મળતી વિગતો મુજબ રાજ્ય એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક એ પી જાડેજા ને મળેલ ફરિયાદ મુજબ સાતડા ગામે દુધ ઉત્પાદક મંડળી ચાલતી હોય મંડળી ના દૂધને રાજકોટ ડેરી દ્વારા ખરીદવાનું બંધ કરેલ હોય જે બાબતે રાજકોટ ડેરીના ચેરમેનને રજૂઆત કરાતાં દુધ ફરી ચાલુ કરી રિજેક્ટ નહી કરવાના અવેજ રૂપે 50000/- રૂપિયાની માગણી કરેલ તે બાબતે ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 નો સંપર્ક કરતાં એ.સી.બી દ્વારા સદર છટકા નું સુકાન પોલીસ ઇન્સ્પેકટર એમ બી જાની રીડર પીઆઇને સોંપતા તેઓ દ્વારા છટકું ગોઠવી ગતરોજ કુવાડવા ગામે રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાજન કુમાર મનસુખભાઈ પટેલ એક્ઝિક્યુટિવ કેમિસ્ટ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના વર્ગ-૩ના કર્મચાર ને 50000/- રૂપિયાની લાંચની રકમ પંચોની હાજરીમાં અપાવી જે રકમ ટ્રેપ દરમિયાન આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ, જે બાબતે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એમ બી જાની નાઓ કરી રહ્યહોવાની વિગતો પ્રતિનિધિ દ્વારા પ્રાપ્ત થઇ છે .

પ્રતિનિધિ બ્રિજેશ રાઠોડ ગાંધીનગર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY