મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે એક ઈસમને ઝડપી લઈને તેના કબજા માંથી એક લાખની કિમતના પાંચ મોટરસાયકલ કબજે કર્યા છે અને બે મોટરસાયકલ સુરેન્દ્રનગર જીલ્લામાંથી ચોરી કર્યાની આરોપીએ કબુલાત આપી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમીને આધારે અશોક પ્રેમજ પારધી રહે નવા કડીયાણા તા. હળવદ વાળાને ઝડપી તેના કબજામાંથી પાંચ મોટરસાયકલ કીમત રૂ ૧ લાખ જપ્ત કર્યા છે અને પૂછપરછમાં આરોપીએ એક મોટરસાયકલ સુરેન્દ્રનગર ડો. ખારોડની હોસ્પિટલ પાસેથી ચોરી કરેલ અને બીજું મોટરસાયકલ પોતાના મિત્ર કાન્તીભાઈ ડાભી રહે માલવણ વાળા પાસેથી લીધેલ તેમજ ત્રણ મોટરસાયકલ હિતેશ મગનભાઈ સોલંકી રહે ધ્રાંગધ્રા હાલ શાપર વેરાવળ વાળો રાખવા માટે આપી ગયાની કબુલાત આપી હતી આમ સુરેન્દ્રનગરમાં મોટરસાયકલ ચોરીના બે ગુન્હાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






