લો બોલો હવે દેશી દારૂ પણ કારમા લવાય છે….!! વાંકાનેર પોલીસે અલ્ટો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો

0
239

મોરબી જીલ્લામાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત વાંકાનેર તાલુકા પોલીસની ટીમે અલ્ટો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપીને રૂપિયા ૧.૫૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીએસઆઈ એન એ શુક્લ, મનીષકુમાર લલીતભાઈને મળેલી બાતમીને આધારે સતાપરથી એક અલ્ટો કાર નં જીજે ૦૬ બીએઅલ ૨૪૪૦ માં દેશી દારૂ ભરીને મોરબી તરફ જનાર હોય જેથી તાલુકા પોલીસની ટીમે લાકડાધાર ગામના પાવર હાઉસ પાસે વોચ ગોઠવીને અલ્ટો કારને ચેક કરતા તેમાંથી દેશી દારૂ લીટર ૪૦૦ કીમત ૮૦૦૦ મળી આવતા કાર કીમત ૧.૫૦ લાખ સહીત ૧,૫૮,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ભીમાભાઇ જોગાભાઈ કોળી (ઉવ.૪૫) રહે સતાપર વાંકાનેર વાળાને ઝડપી લીધો છે જયારે એક આરોપી મેરાભાઇ કેશાભાઇ ધોરીયા રહે સતાપર વાળો નાસી જતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

રિપોર્ટર

રાહુલ નગવાડીયા

મોરબી

9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY