બાળકના અપહરણ અંગે પિતાએ ગઈકાલે નોંધાવી હતી ફરિયાદ
મોરબીના રહેવાસી પિતાએ તેના પુત્રના અપહરણની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસ અપહૃત બાળકનો પત્તો મેળવી સકે તે પૂર્વે આજે ઘુનડા નજીકથી બાળકનો સળગાવી દીધો હોય જે મૃતદેહના અવશેષો મળી આવતા સતવારા પરિવાર પર આભ ફાટી પડ્યું છે
મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીકના રહેવાસી અશોકભાઈ ચાવડાએ તેના બાળકના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં શકદાર હાર્દિક ઘનશ્યામ ચાવડાએ તેના પુત્રનું અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરી હતી ફરિયાદીનો પુત્ર હિતેશ ચાવડા ૧૧ વર્ષનો હોય જે અભ્યાસ કરતો હોય અને વજેપર શેરી નં ૧૧ નજીકથી નાસ્તો કરવાનું કહીને ગયા બબડ પરત ફર્યો ના હતો
અને આજે ઘુનડા નજીક એક બાળકનો સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવતા હતા ડીવાયએસપી, એ ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી હતી પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીને શકદારની પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકા હોય જેથી શકદાર હાર્દિક ચાવડાએ બાળકનું અપહરણ કરી જઈને તેનું ગળું દબાવી હત્યા કરી હોય તેમ બાદમાં મૃતદેહને સળગાવી દઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યાની શંકાને આધારે પોલીસે તે દિશામાં તપાસ ચલાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




