વીજ વાયર પડવાના કિસ્સામાં ખેડુતને થશે ૫ લાખનુ નુકસાન
હળવદ તાલુકામાં વીજ વાયર પડવાના કિસ્સા ચિંતા જનક વધી રહ્યાં છે જેમાં જગતના તાતના મોઢે આવેલો ઝુંટવાય રહ્યો છે ત્યારે આજે તાલુકાના રણજીત ગઢ ગામે વીજ વાયર પડતા તૈયાર થયેલો પાક સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ જતાં ખેડુતને ૫ લાખની નુકશાની ભોગવી પડશે ત્યારે હાલતો ખેડુતનો મોમા આવેલો કોળિયો ઝુંટવાય જતાં રાતા પાણીએ રડી રહ્યાં છે.
હળવદ તાલુકાના રણજીત ગઢ ગામે વીજ વાયર પડતાં ૨૫ વિધાના ઘઉમા ૨૩ વિધાના પાક સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયો છે જેમાં રણજીત ગઢ ગામે રહેતા ખેડૂત ચૌહાણ કાળુભાઇ મોહનભાઈની વાડીમાં વીજ વાયર તુટી પડતી આગ લાગતા ઘઉનો પાક સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયો હતો.હળવદ પંથકમાં અવારનવાર વીજ વાયર પડવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં પીજીવીસીએલની બેદકારીના હિસાબે અગાઉ પણ સુંદરીભવાની ગામે પણ વીજ વાયર પડતા ૬ વિધાના ઘઉ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો જેમાં ખેડુતને ૩ લાખની નુકસાન થયું હતું ત્યારે હળવદ પંથકમાં ખેડુતોના પાક બળીને ખાખ થઈ જતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




