સેનાને મોટી સફળતાઃ ત્રણ જૈશના આતંકીઓની ધરપકડ

0
5

આતંકીઓ પાસેથી હથિયારો,દારૂગોળો જપ્ત
શ્રીનગર,તા.૨૫
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર હાઇવેથી ત્રણ જૈશ સ્થિત આતંકવાદીઓની ધરપકડ કરી છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી વિશાળ માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરી લીધો છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓને શહીદ ભટ્ટ, રઈસ હુરાઈ, ઇશાક લોન તરીકે ઓળખવામાં આવ્યા છે.
ભારતની કાર્યવાહીથી ફફડેલા પાકિસ્તાને જમ્મુ કશ્મીરના પુંછમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને કરેલા બેફામ ગોળીબારમાં ભારતીય સરહદમાં આવેલા મકાનોને નુકસાન થયુ. પાકિસ્તાને તોપ અને મોર્ટારનો મારો કર્યો. જેથી સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે પાકિસ્તાને કરેલા ફાયગનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન છેલ્લા ત્રણ દિવસથી રાજારી અખનૂરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેથી ભારતીય સેનાને સરહદ પર એલર્ટ કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY