ચોમાસાના વરસાદમાં જાજાસર ગામમાં પાણી ભરાવવાની ભીતિ
માળિયામાં આવેલ મીઠા ઉત્પાદન કરતા એકમો દ્વારા નિયમોનો ઉલાળિયો કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેથી ચોમાસામાં માળિયાના જાજાસર ગામમાં ચોમાસાના પાણી ગામમાં ફરી વળે તેવી ભીતિ સેવાઈ રહી છે જે અંગે કલેકટરને આવેદન પાઠવ્યું છે
માળિયા નગરપાલિકાના કાઉન્સીલર અને ભાજપ મહામંત્રી આમીન ભટ્ટીએ જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયાના જાજાસર ગામની બાજુ જે મીઠા ઉત્પાદન માટે ૧૦ એકરથી માંડી ૫૦૦ એકર સુધી જમીન સરકાર તરફથી આપવામાં આવી છે અને સરકાર દ્વારા પાળો બનાવવામાં આવેલ છે જે શરતો મુજબ દરેક મીઠા ઉત્પાદકોએ મંજુર જમીન વચ્ચે અંતર છોડવાનું નક્કી કરવામાં આવેલ છે જોકે જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને જમીનમાં સરકાર તરફથી જે પાળો બનાવેલ તેનાથી વધારે ઉંચાઈ વાળા પાળા બાંધી ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જેના કારણે વર્ષ ૨૦૧૭ માં મચ્છુ નદીનું પાણી ચેકડેમો મારફતે દરિયામાં જવાને બદલે જાજાસર ગામની ખેતીની જમીન અને ઘરોમાં ભરાયું હતું માળિયાના મામલતદાર દ્વારા રોજકામ કરીને આ પ્રવૃતિને ગેરકાયદેસર જાહેર કરી હતી અને નોટીસ મારફત સુચના આપી હતી જોકે મીઠા માફિયાઓ જાણે સરકારની બીક ના હોય અને માનવ જિંદગીની કોઈ કીમત ના હોય તેમ ગેરકાયદેસર મીઠા ઉત્પાદન પ્રવૃત્તિ કરી રહ્યા છે
જેથી આવનારા સમયમાં ચોમાસા દરમિયાન જાજાસર ગામમાં ફરીથી ગામમાં પાણી આવે અને ખેતીની જમીન તેમજ જાનમાલને નુકશાન થાય તેની જવાબદારી કોની રહેશે તેવો વેધક સવાલ ઉઠાવીને આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




