વાંકાનેરના લાકડાધાર ગામે યુવાને બહેન બનેવીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો સામાપક્ષે સાળાએ તેના બનેવી સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે વાંકાનેરના લાકડાધાર ગામની રહેવાસી હંસાબેન ઈશ્વરભાઈ જખાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને પ્રેમલગ્ન કર્યા હોય જે તેના ભાઈ જીલુભાઈ જગુભાઈ સાડમીયા રહે લીંબાળા ધાર વાળાને સારું નહિ લાગતા ફરિયાદી હંસાબેન અને તેના પતિ ઈશ્વરભાઈને ગાળો આપી ઢીકા પાટું માર મારી લાકડી વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે
જયારે સામાપક્ષે જીલુભાઈ સાડમીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી બનેવી ઈશ્વરભાઈ જખાણીયાનો હાથ ભાંગી ગયો હોય જેથી કામધંધો કરતા ન હોય અને ફરિયાદી તેની બેનને તેડવા માટે આરોપીએ ગાળો બોલી ઢીકા પાટું માર મારી ફરી વખત તેડવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



