અત્યારસુધીમાં જીપીસીબી ટીમનો ૭૦૭ યુનિટોમાં સર્વે
૨૮૭ કોલગેસ આધારિત એકમો ગેસ તરફ વળ્યા
મોરબી સિરામિક એકમમાં વપરાતા કોલગેસ પર સંપૂર્ણ પ્રતિબંધ અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ આદેશની અમલવારી કરવા માટે જીપીસીબી ટીમ સતત મથામણ કરી રહી છે જેમાં આજે ગાંધીનગરથી ચાર અધિકારીઓની ટીમ સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને સિરામિક ઝોનમાં સર્વે અને ચેકિંગ કામગીરી કરી રહ્યા છે જે સર્વે ત્રણ દિવસ સુધી ચાલે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એનજીટીના આદેશને પગલે સિરામિક એકમોને કોલગેસ પ્રતિબંધ માટેની નોટીસ પાઠવી દેવામાં આવી છે અને કોલગેસ પ્રતિબંધની જડબેસલાક અમલવારી માટે સતત જીપીસીબી ટીમો કામગીરી કરી રહી છે જેમાં ૧૨ દિવસ પૂર્વે જ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગરની પાંચ ટીમોએ સર્વે કામગીરી કરી હતી અને સિરામિક એકમોમાં કોલગેસનો વપરાશ બંધ થયો છે કે નહિ તેની સ્થળ વિઝીટ કરીને ખાતરી કરી હતી તો આજે ફરીથી જીપીસીબીના ગાંધીનગરથી ચાર અધિકારીઓ મોરબી પહોંચ્યા હતા અને સ્થાનિક અધિકારીઓની ટીમને સાથે રાખીને ચાર દિશામાં તપાસ ચાલી રહી છે જીપીસીબીના અધિકારી એન.આઈ. કાપડિયાએ જણાવ્યું હતું કે જીપીસીબીના ગાંધીનગરથી આવેલા અધિકારીઓ અને સ્થાનિક ટીમો દ્વારા સર્વે કામગીરી સતત ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કોલગેસ આધારિત ૫૫૭ સહીત કુલ ૭૦૭ સિરામિક એકમોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે તેમજ આગામી બે થી ત્રણ દિવસ સુધી સર્વે કામગીરી ચાલે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે અને તમામ સિરામિક એકમોની રૂબરૂ મુલાકાત લઈને ટીમ સર્વે કામગીરી પૂર્ણ કરશે
૨૮૭ એકમો કોલ ગેસીફાયર છોડી ગેસ તરફ વળ્યા
મોરબી પંથકમાં ૫૫૭ યુનિટો કોલગેસનો અગાઉ વપરાશ કરતા હતા જોકે એનજીટી દ્વારા કોલગેસ પ્રતિબંધ ચુકાદા બાદ અત્યાર સુધીમાં કુલ ૨૮૭ એકમો નેચરલ ગેસ તરફ વળ્યા છે તો બાકી એકમોને પણ વહેલા મોડા નેચરલ ગેસનો વિકલ્પ સ્વીકારવો પડશે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




