ભરૂચ પોલીસના દારૂની ચાલી રહેલી મહેફિલ પર દરોડા:25 વધુ ગાડીઓ સાથે 40 લોકોની અટકાયત.

0
794

ભરૂચના કુકરવાડા આવેલા ફાર્મ હાઉસ પર જન્મ દિવસની ચાલી રહેલી દારૂની મહેફિલ પર મોડી રાતે પોલીસે દરોડા પાડીને વાહનો સહિત મોટી સંખ્યામાં મહેફિલ માણતા લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ભરૂચના કુકરવાડા સ્થિત આવેલા ફાર્મ હાઉસમાં બુટલેગર નિલેશ મિસ્ત્રીના પુત્રની જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી.જેમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી.જેની જાણ ભરૂચ પોલીસને થતાં પોલીસે ટીમ બનાવી ફાર્મ હાઉસ પર દરોડા પાડતા નાસ ભાગ મચી જવા પામી હતી.

પોલીસે જગ્યા પરથી કુલ નાના મોટા વાહનો થઈને 25 થી વધુ વાહનો અને 40 થી વધુ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળેલ છે. પોલીસે તેવોને હેડક્વાટર્સમાં ટ્રેનિંગ સેન્ટર ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY