રામદેવ ચરિત્ર કથાનો પ્રારંભ તા,૨૮/૩/૧૯ થી કથા પૂર્ણાહુતિ તા,૩/૪/૧૯ થશે

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સમસ્ત ગામ આયોજીત શ્રી રામદેવજી ચરિત કથાનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું રસપાન પરમ પૂજ્ય કોઠારી મગનીરામ બાપુ વડવાળા દેવ મંદિર મેસરીયા વાળા પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું અમુતપાન કરાવે છે, આ કથામાં વિવિધ પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે જેમાં સગુણાબેન નો વિવાહ રામદેવ વીરમદેવ જન્મની કથા લીલુડા ઘોડા નો પરચો ભૈરવનો સહાર રામદેવજીની લગ્નની કથા ડાલી બાઈ નું પ્રાગ્ટય, વગેરે વિવિધ પ્રસંગો ધામધૂમપૂર્વક કથા દરમ્યાન ઉજવવામાં આવશે
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ગામસમસ્ત માનસ રામદેવ શ્રી રામદેવ ચરિત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
જેના વક્તા તરીકે પ.પૂ.શ્રી મગનીરામબાપુ કોઠારી વડવાળા મંદિર મેસરીયા ઘનશ્યામપુર ગામે ગોરલ પીર આશ્રમ ખાતે શ્રીરામદેવચરિત્ર કથાનો પ્રારંભ ૨૮/૩/૧૯ને ગુરુવારથી થયતેમજ પૂર્ણાહુતિ તા,૩/૪/૧૯ના રોજ થશે કથાનો સમય સવારે ૮/૩૦થી ૧૨ અને બપોરે ૩ થી ૫/૩૦ કથા સ્થળ ગોરલપીર આશ્રમ ઘનશ્યામપુર કથા દરમિયાન રાત્રે ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના નામાંકિત કલાકાર ભજનીક જયમતંભાઈ દવે લોકસાહિત્યકાર હકાભા ગઢવી લોક સાહિત્યકાર દેવાયતભાઇખવડ સહિતના અનેક કલાકારો તારીખ 31 3 2019 ના રવિવારના રાત્રે લોકડાયરામાં ઉપસ્થિત કલાકારો કલારસ પીરસશે તેમજતા૧/૪/ અને ૨/૪ એમ બે દિવસ ઘનશ્યામપુર ગામનું પ્રખ્યાત રામામંડળ આખ્યાન રજૂ કરશે આ ધર્મ કથાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ઘનશ્યામપુર ગામના લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





