૪૦ વર્ષ બાદ મુસ્લિમોનો નંબર-૧ દેશ બની જશે ભારત : પ્યૂ રીસર્ચ

0
8

વાશિંગ્ટન,તા.૪
અમેરિકી થિંક ટેંક પ્યૂ રીસર્ચ સેન્ટરે વૈશ્વિક મુસ્લિમ આબાદી પર નવા આંકડા રજૂ કર્યા છે. આ સાથે જ ૨૦૬૦ સુધી સૌથી વધારે મુસ્લિમ અને ઈસાઈ આબાદી વાળા શીર્ષ ૧૦ દેશોની યાદી જાહેર કરી છે.
વર્તમાન સમયમાં સૌથી વધારે મુસ્લિમ આબાદી વાળો દેશ ઈન્ડોનેશિયા છે, જ્યાં ૨૦૧૫ના આંકડા અનુસાર ૨૧૯૯૬૦,૦૦૦ મુસ્લિમો રહે છે. મુસ્લિમ આબાદી મામલે બીજા સ્થાન પર ભારત અને પાકિસ્તાન ત્રીજા સ્થાન પર છે. વર્તમાનમાં ચોથા સ્થાન પર બાંગ્લાદેશ અને પાંચમા સ્થાન પર નાઈજીરીયા છે.
પ્યૂ રિસર્ચ અનુસાર, ૨૦૬૦ સુધી ભારત સૌથી વધારે મુસ્લિમ આબાદી વાળો દેશ બની જશે. ૨૦૬૦ સુધી ભારતમાં મુસ્લિમ આબાદી ૩,૩૩,૦૯૦,૦૦૦ હશે. આ આબાદી ભારતની કુલ આબાદીના ૧૯.૪ ટકા હશે, જ્યારે દુનિયાની કુલ મુસ્લિમ આબાદીના ૧૧.૧ ટકા હશે.
૨૦૬૦ સુધી પાકિસ્તાન ૨૮.૩૬ કરોડ મુસ્લિમ આબાદી સાથે બીજા સ્થાન પર પહોંચી જશે. ૨૦૬૦ સુધી પાકિસ્તાનની કુલ આબાદીમાં ૯૬.૫ ટકા આબાદી મુસ્લિમ હશે, જ્યારે દુનિયાની કુલ મુસ્લિમ આબાદીમાં પાકિસ્તાનનું યોગદાન ૯.૫ ટકા હશે.
વર્ષ ૨૦૬૦ સુધી નાઈજીરીયા મુસ્લિમ આબાદી ૨૮.૩૧ કરોડ હશએ અને મુસ્લિમ આબાદી વાળા દેશોની યાદીમાં ત્રીજા સ્થાન પર આવી જશે. આ યાદીમાં ચોથા સ્થાન પર ઈન્ડોનેશિયા હશે જેની મુસ્લિમ આબાદી ૨૫.૩૪ કરોડ હશે. આ ૨૦૬૦ સુધી દુનિયાની કુલ મુસ્લિમ આબાદીના ૮.૫ હશે.
પ્યૂ રિસર્ચના અનુમાન અનુસાર, ૨૦૬૦ સુધી મુસ્લિમ આબાદી મામલે પાંચમા સ્થાન પર બાંગ્લાદેશ, ૬ઠ્ઠા સ્થાન પર ઈજિપ્ત, સાતમાં સ્થાન પર ઈરાંક, આંઠમા સ્થાન પર તુર્કી, ૯માં સ્થાન પર ઈરાન અને દસમા સ્થાન પર અફધાનિસ્તાન હશે. ૨૦૧૫માં વૈશ્વિક મુસ્લિમ આબાદી ૧૭૫,૫૨૬૨૦૦૦૦ હતી જે ૨૦૬૦ સુધી વધીને ૨૯૮૭,૩૯૦,૦૦૦ થઈ જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY