લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ૧-કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગ માટે ખર્ચના ઓબ્ઝર્વર બી. રમન્જાનેયુલુ (IRS-2007) ની ફાળવણી કરવામાં આવી છે. જેઓ ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગની મુલાકાતે આવ્યા હતા.
ખર્ચ ઓબ્ઝર્વર બી.રમન્જાનેયુલુ (IRS-2007) એ મોરબી સરકિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહી જિલ્લા ચૂંટણી અધિકારી આર.જે. માકડીયા અને ખર્ચના નોડલ અધિકારી એસ. એમ. ખટાણા સાથે બેઠક યોજી હતી. તેમણે આ તકે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ૧-કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગની વિગતવાર ચર્ચા કરી જરૂરી માહિતી મેળવી હતી. બેઠક બાદ ઓબ્ઝર્વરએ મોરબી પ્રાંત કચેરીની પણ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે પોલીસ વડા કરણરાજ વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.એસ.ગઢવી, મદદનીશ ચૂંટણી ઓફીસર એસ. જે. ખાચર, મામલતદાર ડી. જે. જાડેજા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





