પીડિતાના નિવેદનનું વીડિયો રેકોડિંગ પણ કરાયું
સુરત, તા. ૬
અમદાવાદની રહેવાસી અને બ્યુટી પાર્લરના ધંધા સાથે સંકળાયેલી એક અપરિણીત યુવતી સાથે સુરત કતારગામ આંબાતલાવડી વિસ્તારમાં રહેતા શૈલેષ પાલડીયા સહિત અન્ય આરોપીઓ દ્વારા નવસારી ખાતેના એક ફાર્મ હાઉસ ખાતે સામૂહિક બળાત્કાર કરવાના પ્રકરણમાં નવસારી ટાઉન પોલીસ મથકના પીએસઆઈ એસ.કે. ગામીતે પીડિતાનું નિવેદન વીડિયો રેકોડિ*ગ કરી નોîધવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું પીડિતાના એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું.
આ બનાવની વિગતો એવી છે કે, અમદાવાદમાં રહેતી એક યુવતીને સુરત કતારગામ આંબાતલાવડી વિસ્તારના હેવન બિલ્ડિંગમાં રહેતાં શૈલેષ પાલડીયા સાથે પરિચય થયો હતો. પરિચય બાદ યુવતીનેï બ્યુટી પાર્લરના ધંધા માટે ભાગીદારી કરી આપવાની લાલચ આપી શૈલેષે તેણીને સુરત બોલાવી હતી અને ત્યાંથી નવસારી ખાતેના એક ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા અને શૈલેષ પાલડીયા, ફિયાદ, હેમલ તથા વિમલ નામના ઈસમોએ યુવતીને કેફી પીણું પીવડાવી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પીડિત યુવતીએ અમદાવાદ મહિલા પોલીસ મથકમાં તેણીના સુરતના એડવોકેટ ઝમીર સેખ મારફતે બળાત્કારની ફરિયાદ નોîધાવતા પોલીસે ઝીરો નંબરથી આ સામૂહિક બળાત્કારની ફરિયાદ નવસારી ટાઉન પોલીસને મોકલાવતા પીએસઆઈ એસ.કે. ગામીતે પીડિતાનું નિવેદન વીડિયો રેકોડિંગ દ્વારા નોîધવાના ચક્રોગતિમાન કર્યા હતા અને ત્યારબાદ તેણીનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



