સુરતમાં હુક્કાબાર પર દરોડા,કાલેજીયન યુવતી સહિત ૧૦ નબીરાઓ ઝડપાયા

0
9

સુરત,તા.૩૧
નાનપુરામાં વકીલોની ઓફિસો ધરાવતા લો ચેમ્બર્સ બિÂલ્ડંગમાં ચાલતા હુક્કાબાર પર દરોડામાં ગુરૂવારે રાત્રે એક કોલેજીયન યુવતી સહિત ૧૦ નબીરાઓને રંગેહાથે પકડી પાડયા હતા. બિલ્ડરે પોતે ત્રણ ઓફિસો ભેગી કરીને મીસ્ટ કાફેના નામે હુકકાબાર શરૂ કર્યો હતો. નાનપુરા ગોધા શેરીમાં લો-ચેમ્બર્સ-૨ના પાંચમા માળે આવેલી ઓફિસમાં મીસ્ટ કાફેની આડમાં ચાલતા હુકકાબાર પર ગુરુવારે સાંજે રેડ પાડી હતી. રેડ દરમિયાન ત્યાંથી ૧૦ નબીરાઓ તેમજ એક કોલેજીયન યુવતી હુક્કો પીતા રંગેહાથે પકડાય હતી. પોલીસની ટીમને જાઈને નબીરાઓનો પરસેવો છુટી ગયો હતો. એટલું જ નહિ યુવતી તો માત્ર બેસવા માટે આવેલી હોવાનું બહાનું કાઢયું હતું.
ઓફિસની આડમાં હુક્કાબાર ચલાવનાર યશદીપ દિલીપ મહેતા(ઉ.વ.૨૯)(રહે,હેપી રેસીડન્સી,વેસુ) તેમજ હુક્કાબારનું હેન્ડલીંગ કરતો સંદીપ સોલંકી(રહે,પુનમનગર,ભટાર)ની ધરપકડ કરી હતી. પોલીસે ૧૪ હુક્કા, પાઈપ-૧૪, અલગ અલગ ફલેવર-૧૨,જારા-૨, ચીપીયો અને ગેસની નાની બોટલો મળીને ૫૨૦૦નો મુદામાલ કબજે કરી અઠવાલાઈન્સ પોલીસને સોંપી દીધો હતો. અઠવાલાઈન્સ પોલીસની ઊંધતી રહીને પીસીબી અને એસઓજીએ સયુંકત ઓપરેશન પાર પાડ્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY