હળવદના નવા માલણીયાદ ગામે વિજ વાયરનો તણખલો પડતા આગ ભભૂકી ઉઠી

0
31

પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતો : એક લાખથી વધારે નુકસાન

પંથકમાં અવારનવાર વિજ કંપનીની બેદરકારીના હિસાબે વિજ વાયર તેમજ તણખલાઓ પડી ખેડુતોની તૈયાર થયેલી જણસ સળગીને ખાખ થઈ જાય છે જેમાં આજે મોડી સાંજે હળવદના માલણીયાદ ગામે ઘઉં કાપેલા ખેતરમાં વિજ વાયરમાથી તણખલો પડતા આગ ભભૂકી ઉઠી હતી અને અંદાજે એક લાખથી વધારેનુ નુકસાન થવાનું અનુમાન છે.

હળવદ તાલુકામાં આજે સવારથી જ ભારે પવન સાથે વાદળ છાયુ વાતાવરણ રહેવા પામ્યું હતું જેમાં આજે મોડી સાંજે તાલુકાના નવા માલણીયાદ ગામે જીવતો વિજ વાયર તુટી પડતા દોડધામ મચી જવા પામી હતી જ્યારે બીજી તરફ વાડીમાં વિજ વાયરના તણખલાઓ પડતા આગ ભભૂકી ઉઠી હતી.નવા માલણીયાદ ગામે આજે મોડી સાજે લાગેલી આગમાં ખેડુતોના સબમર્શીબલ, કેબલ,પાઈપલાઈન સહિત સળગી ઉઠતાં અદાજે એક લાખથી વધારેનુ નુકસાન થવા પામ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે હળવદના સુંદરીભવાની ગામે ૬ વિધાના ઘઉ અને રણજીતગઢ ગામે ૨૩ વિધાના ઘઉ પણ પીજીવીસીએલની બેદરકારીના હિસાબે જ સળગી ઉઠ્યાં હતાં ત્યારે અવારનવાર પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની જવા પામી છે ત્યારે આજે ફરી વિજ વાયરના તણખલા પડતા નવા માલણીયાદ ગામે આગ ભભૂકી ઉઠી હતી સદનસીબે ખેડુતે ઘઉનો પાક પકવીને ખેતર ખાલી કરીને રાખ્યું હતું પરતું જો ઘઉનો પાક ઉભો હોત તો ખેડૂત ને નુકશાની વેઠવી પડે અને પાયમાલ થવાનો ખતરો ઉભો થયો હતો.
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY