લગ્નનો વાયદો કરીને બાંધેલા શારીરિક સંબંધને દુષ્કર્મ જ કહેવાય : સુપ્રિમ કોર્ટ

0
3

ન્યુ દિલ્હી,તા.૧૬
સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે લગ્નનો વાયદો કર્યા બાદ કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તેને બળાત્કાર જ કહેવાય કારણ કે, આ પ્રકારનો સંબંધ મહિલાના સન્માન પર ઉંડો આઘાત પહોંચાડનારો હોય છે. જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ અને એમઆર શાહે ચુકાદો આપતા સ્વિકાર્યું કે, બળાત્કાર એ કોઈ પણ મહિલાના આત્મ સન્માન પર ઉંડો આઘાત પહોંચાડે છે અને ખાસ કરીને જ્યારે આવી કરતૂત કરનારી વ્યકિત મહિલાના પોતાના જ ઘરની હોય ત્યારે તે વધુ આઘાતજનક હોય છે.
કોર્ટે સ્વિકાર્યું કે આવી ઘટનાઓ આજના આધુનિક સમાજમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. ‘આવી ઘટનાઓ મહિલાના આત્મ સન્માન અને તેમની ગરિમા પર ગંભીર છાપ છોડી દે છે.’ ૨૦૧૩માં છત્તીસગઢના એક ડોક્ટર દ્વારા લગ્ન કરવાનો વાયદો કરીને મહિલા પર કરવામાં આવેલા બળાત્કાર સાથે કોર્ટનો આ નિર્ણય સંકળાયેલો હતો. મહિલા કોની (બિલાસપુર)ની રહેવાસી છે અને ૨૦૦૯થી ડોક્ટરને ઓળખતી હતી અને તે સમયે તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો.
આરોપીએ મહિલાને લગ્નના વાયદાઓ કરીને ફસાવી હતી અને ડોક્ટર દ્વારા કરવામાં આવેલા વાયદાઓની બંને પરિવારોને સારી રીતે જાણ હતી. પરંતુ થોડા સમય બાદ આરોપી ડોક્ટરે કોઈ અન્ય મહિલા સાથે સગાઈ કરી લીધી હતી તેમ છતા તેણે પીડિતા સાથે સંબંધ યથાવત્ રાખ્યો. લગ્નના વાયદાઓ કરીને શારીરિક સંબંધ બાંધનારા ડોક્ટરે થોડા દિવસ બાદ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY