પરિણીતા પર દુષ્કર્મ કેસમાં ફરાર સ્વામી દોઢ મહિને પોલીસના શરણે

0
6

જુનાગઢ,તા.૧૬
અમરેલીના વડીયા ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરના આનંદસ્વરૂપદાસ સ્વામીએ દોઢ માસ પહેલા જૂનાગઢની પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ નોંધાતા સ્વામી અને ડ્રાઇવર ફરાર થઇ ગયા હતા. પરંતુ દોઢ મહિને સ્વામી અને તેનો ડ્રાઇવર આગોતરા જામીન સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
પરિણીતાની ફરિયાદ બાદ પોલીસે બન્નેની શોધખોળ આદરી હતી પરંતુ હાથ આવ્યા ન હતા. ત્યારે સોમવારના રોજ સ્વામી અને ડ્રાઇવર આગોતરા જામીન મેળવી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. મૂળ પોરબંદરની અને હાલ જૂનાગઢમાં રહેતી પરિણીતાને પતિ સાથેના અણબનાવમાં સમાધાન કરાવાની લાલચ આપી સ્વામી નારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજી જૂનાગઢમાં કારમાં બોલાવી છરી બતાવી દુષ્કર્મ આચર્યુ હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સ્વામીની આ કામલીલામાં ડ્રાઇવર પણ સાથે હોવાની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સ્વામી અને ડ્રાઇવર ફરાર થઇ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY