કોંગ્રેસના વડાપ્રધાનના ઉમેદવાર કુતરાનું બચ્ચું (ગલુડિયા) જેવા છે..ગણપત વસાવાનું વિવાદિત નિવેદન

0
72

કિસાન કલ્યાણ નિધિ યોજના હેઠળ પહેલો હપ્તો તમને મળ્યો એતો હોળી કરવા આપ્યો હતો .અને હવે બીજો હપ્તો ચાલુ કરી દીધો છે જે આ ચૂંટણી માટે આપ્યો છે. 

રાજપીપળા : ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના પ્રચાર માટે પ્રથમ મોટી જાહેર સભા નર્મદાના ડેડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ જેમાં વનમંત્રી ગણપત વસાવા,સાંસદ મનસુખભાઇ વસાવા,પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ મોતીભાઈ વસાવા હાજર રહ્યા હતા

ત્યારે આ સભામાં ગણપત વસાવાએ કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા હતા જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કુતરાનું બચ્ચું ગલુડિયું કહી સંબોધ્યા ત્યારનાદ બીજા વિવાદિત નિવેદનમાં એમ કહ્યું કે ખેડૂતોને પહેલો હપ્તો મળી ગયો હશે જે હપ્તો સરકારે હોળી કરવા આપ્યો હતો. જ્યારે ગઈ કાલથી બીજો હપ્તો આપવાનો ચાલુ કરી દીધો છે. જે આ ચૂંટણી માટે આપવામાં આવશે. કહી બે નિવેદનો વિવાદિત આપતા જાહેરસભામાં ભારે હસી ઉડી હતી .આમ એક બાદ એક અલગ અલગ પક્ષના વિવાદિત નિવેદનો થી એક બીજા ઉપર આકરા પ્રહારો થતા રાજકારણ ગરમાયુ છે .

આ સાથે જાહેર સભામાં સાંસદ મનસુખ વસાવાએ બિટીપી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા જેમાં જંગલ જમીનની બાબતે બીટીપી અને કોંગ્રેસ વાળા બકવાસ કરે છે. સાથે કોંગ્રેસ ઠાલા વચન આપે છે.રાહુલ ગાંધી જુઠાણું ફેલાવી રહ્યા છે તેવી ઘણી બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચારના અંતિમ ચરણમાં એક બીજા પર આકરા પ્રહારો કરવાનો આ સિલસિલો આજે પણ યાથવત જોવા મળ્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY