હળવદ માં અપંગો વૃદ્ધો તેમજ મહિલાઓ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું

0
9

સમગ્ર હળવદ પંથકમાં શાંતિપૂર્ણ મતદાન થયુ હતુ,

હળવદ પથંકમાં વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન બૂથ પર પહોંચ્યાહળવદ ધાંગધ્રા 64 વિધાનસભાની પેટાચૂંટણી અને લોષકસભા ચૂંટણીને લઈને સવારથી મતદારો માં ઉત્સાહ
લાંબી કતારો, મહિલાઓની લાંબી કતાર લાગી

ઇવીએમ મશીન બગડતા મતદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી,સમ્રગ પથંકમાં ચુસ્ત બંદોબસ્ત

લોકશાહી નો સૌથી મોટું પર્વ ઉજવાઈ રહ્યો છે લોકસભા સાથે સાથે હળવદ ધાંગધ્રા વિધાનસભાની પેટાચૂંટણી મતદારો પોતાના ઉમેદવાર ને જીતાડવા જુસ્સો જોમ દેખાતો હતો, સાથે સાથે લોકસભા ની પણ ચૂંટણી હોવાથી કાયકરો માં ઉત્સાહ જોવા મળયો હતો, હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ભાઇઓ-બહેનોની લાંબી કતારો જોવા મળી હતી, રાજકીય પક્ષના કાર્યકરોએ ઉમેદવારોને જીતાડવા સીટ કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું લોકોએ લોકશાહી પર્વની ઉજવણી કરી હતી,હળવદના મતદારોમાં લોકશાહીના મહાપર્વ ઉત્સવ નો ઉમંગ જોવા મળ્યો હતો,

હળવદ નગરપાલિકા પ્રમુખ તેમજ શહેર ભાજપ પ્રમુખે કર્યું મતદાન
લોકશાહી નામહાપર્વનો દિવસ હોય ત્યારે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ-યા છે અને લોકશાહી પર્વને દીપાવી રહ્યા છે વહેલી સવારથી જ મતદારો લાઈનો લગાવી લોકશાહીને શોભે તેવો માહોલ ખડો કર્યો છે ત્યારે હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ હળવદ ડી, વી રાવલ કોલેજ ખાતે પહોંચીને મતદાન કર્યું પ્રથમ મતદાન કર્યું હતું અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી જયારે
હળવદ પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર પરષોતમભાઈ સાબરીયાએ મોરબી ખાતે મતદાન કર્યું હતું વિધાનસભા ૨૦૧૭ ની ચુંટણીમાં કોંગ્રેસમાંથી વિજય મેળવ્યા બાદ પરષોતમ સાબરીયા લોકસભા ચુંટણી પૂર્વે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેને હળવદ પેટા ચુંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે જોકે પરષોતમ સાબરીયા મોરબીના રહેવાસી હોય જેને આજે ત્રાજપર ખાતે મતદાન કર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો,

ઈવીએમ બંધહ

ળવદના કડીયાણા ગામે બુથ નંબર એક ત્રણમાં ખામી સર્જાતા ઇવીએમ મશીનમાં યાંત્રિક ખામી સર્જાતા બંધ, 3 0 મિનિટ મતદાન મોડું શરૂ થયુ. ત્યારે બાદ રાબેતા મુજબ શરૂ થય ગયુ હતુ,

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પીઆઇ એ,આર, સોલંકી તથા પીએસઆઇ મુળીયા, તથા પોલીસ સ્ટાફ હોમગાર્ડના જવાનો સીઆરપીએફના જવાનો ખડેપગે દિવસભર પેટ્રોલિંગ કરી બંદોબસ્ત કરવામાં આવ્યો છે
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY