એશિયાકપ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં લીંબાયતના બે ખેલાડીઓ ભાગ લેશે

0
6

સુરતના બન્ને ખેલાડીઓને આર્થિક સહાય આપવામાં આવી
સુરત, તા.૨૩
The international Lion club of surat limbayat SEZ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી ભારતીય વ્હીલ ચેર ક્રિકેટ ટીમ એ એશિયા કપ ટુર્નામેન્ટ નેપાળમાં તા.૧ થી ૫ મે ૨૦૧૯માં આયોજિત કરાઈ છે. જેમાં ચાર દેશોના ક્રિકેટ ટીમ ભાગ લીધો છે.
જેમાં પ્રથમ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ રમવામાં આવશે. જેમાં ભારત દ્વારા મોકલવામાં આવતા ખેલાડી પરશુરામ દેવીદાસ દેસલે જે ઓલ રાઉન્ડ ખેલાડી છે અને આસિસ્ટન્ટ કોચ મનીષ ગિરીરાજ શર્મા છે. આ બંને ખેલાડી લીંબાયત સુરતના રહેવાસી છે.
The international Lion club of surat limbayat SEZ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાથે સાથે આ ખેલાડીઓને લીંબાયત ક્લબ દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવેલ છે.
જેમાં લાયન ક્લબના સદસ્ય પ્રમુખ ડી.સી.સ્પોર્ટસ અને ચેર પર્સન ઉપસ્થિત રહ્ના હતા. ચેરપર્સન અવિનાશ નાવેટિયા (ડી.સી. સ્પોર્ટસ) લાયન ઝોનના ચેરપર્સન નરેશ પારિક, લાયન સંગીત રાહી, લાયન ડી.સી. ડૉ. રવિન્દ્ર પાટીલ, લાયન પ્રેસિડેન્ટ ડૉ. મંગલા પાટીલ અને લાયન સેક્રેટરી સીમરન કોર ચિમાં (ટ્રસ્ટી રેઈન્બો સ્કૂલ) વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ટીમના સદસ્યને આર્થિક મદદ આપીને તેમનું મનોબળ વધાર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY