અનેક સ્થળોએ ઈવીએમ બગડવાની ફરિયાદો જોવા મળી
લોકસભા ચુંટણીના આજે ત્રીજા ચરણના મતદાનમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન યોજાયું હતું જેમાં મોરબી જીલ્લામાં પણ સવારથી મતદારોએ લાઈનો લગાવી લોકશાહીના પર્વને દિપાવ્યું હતું અને સાંજ સુધીમાં મોરબી જીલ્લામાં સરેરાશ ૬૫.૪૮ ટકા મતદાન નોંધાયું હતું
મોરબી જીલ્લામાં આજે મોરબી વિસ્તારમાં ૬૩.૨૬ ટકા, ટંકારામાં ૬૭.૩૭ ટકા અને વાંકાનેરમાં ૬૬.૧૨ ટકા મતદાન નોંધાયું હતું અને મોરબી જીલ્લાનું કુલ સરેરાશ મતદાન ૬૫.૪૮ ટકા નોંધાયું છે
મોરબી જીલ્લામાં ૧૭ સ્થળે ઈવીએમ-વીવીપેટ મશીનોમાં ખરાબી
વહેલી સવારથી આજે મતદારોએ લાઈનો લગાવી હતી જોકે અનેક સ્થળોએ ઈવીએમ અને વીવીપેટ મશીનો બગડ્યાની ફરિયાદો ઉઠી હતી જેમાં વાંકાનેરમાં ખીજડીયા, ખેરવા, માલીયાસણ, પરાપીપળીયા અને રામપરા (બેટી) સહિતના ૫ સ્થળે, મોરબી શહેરમાં બે અને ગાળા ગામે એક એમ ત્રણ સ્થળે જયારે ટંકારામાં રંગપર, બગથળા, તરઘડી, હીરાપર, દેપલીયા અને ખરેડા એમ છ સ્થળે સહીત ૧૭ સ્થળે મશીનો બગડવાની સત્તાવાર નોંધ થવા પામી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





