મોરબીમાં ૩૦ ફૂટ ઊંડા કુવામાં ખાબકેલા બે રોજડાનું રેસ્ક્યુ કરી ઉગારી લેવાયા

0
12

મોરબી નવલખી રોડ પરના કુવામાં બે રોજડા ખાબક્યા હોય જેની જાણ થતા જીવદયા પ્રેમી ગ્રુપ અને ફોરેસ્ટ સહિતની ટીમો સ્થળ પર પહોંચીને રોજડાને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે

મોરબી નવલખી રોડ પાસે રોકડીયા હનુમાનજીની જગ્યા નજીકના ૩૦ ફૂટના કુવામાં 2  રોજડા પડી ગયા હતા જેની મોરબી વન વિભાગને જાણ થતાં મોરબી વન વિભાગ અને યુનાયટેડ યુથ જીવદયા ગ્રુપના સભ્યો  સ્થળ પર દોડી ગયા હતા અને મોરબી વન વિભાગ, યુનાયટેડ યુથ જીવદયા ગ્રુપ, યદુનંદન ગૌશાળા અને વાડી વિસ્તારના લોકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ભારે જહેમત બાદ બંને રોજડાને બહાર કાઢવામાં સફળતા મળી હતી અને બંને રોજ્દાને બહાર કાઢી છોડી મુકવામાં આવ્યા હતા

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY