હળવદના ચુંપણી હત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

0
73

હળવદ પોલીસ સ્ટેશનમાં તા. ૧૨-૦૧-૧૬ ના રોજ ચુંપણી ગામમાં મુનાભાઈ કરમશીભાઈએ એવી ફરિયાદ નોંધાવેલ કે દિલીપ અર્જુન અને ગણેશ અર્જુન દ્વારા ચુંપણીના પાદરમાં સાંજે છરીઓથી હુમલો કરી તેના નાનાભાઈ હસમુખ કરમશીનું મોત નીપજાવેલ છે
જે ફરિયાદ સંદર્ભે હળવદ પીએસઆઈ એમ પી વાળાએ તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ કરેલ જેમાં મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલેલ પ્રોસીક્યુશન પક્ષે નામદાર કોર્ટમાં દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ તેમજ ૨૭ સાહેદોને રજુ કરી તેની જુબાની લીધેલ જેમાં આરોપી પક્ષે રોકાયેલ એડવોકેટ એસ આર ઝાલા એ રજુ કરેલ દસ્તાવેજી પુરાવા અને ૨૭ સાહેદોને ઊંડાણપૂર્વક ઉલટ તપાસ કરેલ સમગ્ર પુરવાનું કોર્ટ દ્વારા મૂલ્યાંકન કરતા ઠરાવેલ કે પ્રોસીક્યુશન પક્ષ સમગ્ર કેશ શંકા રહિત સાબિત કરો જોઇયે જે સાબિત ના કરી શક્યા હોય જેથી આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે
આ કેસની હકીકત એવી છે કે ફરિયાદ નોંધાવનાર મુના કરમશી જે મારનાર હસમુખ કરમશીભાઈનો મોટો ભાઈ થતો હોય અને બનાવ ચુંપણી ગામના પાદરમાં સાંજે ૫ કલાકે તેની હાજરીમાં તેના નાના ભાઈને આરોપીઓએ છરીનો હુમલો કરી મોત નીપજાવેલ છે જે બનાવનું કારણ આરોપીઓની સગીર બહેન મજૂરીએ જતા સીમમાં નામ લેવામાંથી બનેલો અને સગીર બાળાનો બનાવ બાબતે સમાજમાં બદનામી ના થાય તે માટે જ્ઞાતિના આગેવાનો ભેગા કરી સમાધાન કરી મરનારે ફરિયાદીથી નામ લે તો જ્ઞાતિમાં ૫૦ હજાર દંડ ભરવો તેવું નક્કી થયેલ જેની દાઝ રાખી બનાવ બનેલ હોવાનું કારણ જણાવ્યું હતું
જે બનાવ અંગે ધ્રાંગધ્રા ડી એસ જજ સાહેબ દ્વારા પુરાવો નોંધવાની કાર્યવાહી કરેલ અને ત્યારબાદ મોરબી જીલ્લાની રચના થતા મોરબી જીલ્લામાં કેસ ટ્રાન્સફર કરતા મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ટ્રાયલ ચાલેલ પુરાવો પૂરો થતા વધારાના નિવેદનમાં પણ બંને પક્ષોની દલીલો બાદ સમગ્ર પુરવાનું મૂલ્યાંકન કરી કોર્ટે આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ છે આરોપી પક્ષે એડવોકેટ એસ આર ઝાલા (સુખદેવસિંહ ઝાલા) જે ડી ઝાલા (જશપાલસિંહ ઝાલા) તથા વી જી રાવલ (વિશાલ રાવલ) રોકાયેલ હતા

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY