સુરત, તા.૨૯
ગત તા. ૨૭મીએ ગભેણી કર્મયોગી સોસાયટીમાંથી મહિલાની લાશ મળી હતી. મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ મહિલાને ઝેરી પદાર્થ પીવડાવી હત્યા કર્યા હોવાનું ખૂલતા સચીન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ કરતા આ હત્યા મૃતકના પતિએ કરી હોવાનું બહાર આવ્યું હતું.
સચીન જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગભેણી ચોકડી કર્મયોગી સોસાયટી પ્લોટ નં. ૧૯૫ રૂમ નં. ૩૦મ રહેતી મીનુબેન (ઉ.વ. ૩૫) મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતકનું પીએમ કરાવ્યું હતું. મૃતકની પ્રાથમિક પીએમ રિપોર્ટમાં ઝેરી પદાર્થથી મૃત્યુ થયું હોવાનો બહારઆવતા પોસઈ એમ.જી. રાઠોડે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી પતિ જગરૂપ હરગોવિંદ યાદવે મૃતક પત્ની મીનુબેનને કોઈ કારણસર ખોરાકમાં ઝેરી પદાર્થ ખવડાવી હત્યા કરી હતી. સચીન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પીતની ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





