માળીયામાં દીકરીની વય ઓછી હોવાથી સમાજ સુરક્ષા ટીમે બાળલગ્ન અટકાવ્યા

0
15

માળીયા વિસ્તારમાં બાળલગ્ન થવાના હોવાની માહિતીનાં આધારે મોરબીનાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તથા સમાજ સુરક્ષાની ટીમ, બાળ સુરક્ષા એકમ અને માળિયા તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોચી હતી. અને દીકરીની ઉમર પૂરી ના હોય જેથી બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.
માળીયા.મી વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીના આગામી ૦૩/૦૫/૨૦૧૯ ના રોજ માળિયા.મી ખાતે લગ્ન યોજાનાર હોય જોકે દીકરીની ઉમર પૂરી નાં હોય તેવી માહિતીનાં પગલે આજે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અનીલાબેન એફ.પીપળીયા,પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ,જીલ્લા બાળ સુરક્ષા એકમનાં વિપુલભાઈ શેરસીયા, રંજનબેન મકવાણા, સમીરભાઈ લધડ, હિમાંશુભાઈ જાની. સહીતની ટીમે માળિયા તાલુકા પોલીસને સાથે રાખી દીકરીના ઘરે તપાસ કરતા તેની ઉમર 1૬ વર્ષ અને ૮ મહિના થતી હતી

જેથી બાળલગ્ન અટકાવ્યા હતા અને દીકરીનાં માતાપિતાને કાયદાની સમજ આપવામાં આવી હતી. અને બાહેંધરી લીધેલ કે જ્યાં સુધી દીકરીની ઉમર પુખ્તનાં થાય ત્યાં સુધી લગ્ન નહિ કરે આમ સમાજ સુરક્ષા અને બાળલગ્ન પ્રતિબંધક ટીમ દ્વારા વધુ એક બાળલગ્ન અટકાવાયા હતા

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY