મુંબઇ,તા. ૩૦
ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ ફાકરી હાલમાં બે ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. જે પૈકી પ્રથમ ફિલ્મ તોરબાજ છે. જેનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ ફિલ્મ બીજી નવેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સાથે કામ કરી રહી છે. જયારે અન્ય એક ફિલ્મમાં તે હોરર રોલ કરી રહી છે. લાંબા બ્રેક બાદ ફરી એકવાર હિન્દી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે બોલિવુડમાં એક નવી ઇનિગ્સ શરૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સાથે નજરે પડનાર છે. ફિલ્મમાં નરગીસ એક એનજીઓ વર્કર આયશાની ભૂમિકા અદા કરનાર છે. અફઘાનિસ્તાનમાં રેફ્યુજી કેમ્પમાં રહેતા બાળકોની કાળજી લેતી તે ફિલ્મમાં નજરે પડશે. ફિલ્મને ગિરિશ મલિક નિર્દેશન કરી રહ્યા છે. જે પહેલા ગિરિશે વર્ષ ૨૦૧૪માં જળ ફિલ્મ બનાવી હતી. તેમની આ ફિલ્મે સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો. એમ કહેવામાં આવી રહ્યુ છે કે તોરબાજ પર ગિરિશ છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે. ફિલ્મના સહ નિર્માતા રાહુલ મિત્રાએ કહ્યુ છે કે નરગીસ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ કરી રહી છે. આના માટે તે લોસ એન્જલસમાં પશ્તો અને ડારી લૈગ્વેઝ શીખી ચુકી છે. ફિલ્મમાં તે બન્ને ભાષામાં વાત કરતી નજરે પડનાર છે. ફિલ્મને લઇને નરગીસ સાથે થયેલી વાતચીતમાં મિત્રાએ કહ્યુ હતુ કે અમે બે સપ્તાહ પહેલા ગિરિશના આવાસ પર પહોંચ્યા હતા. ત્યારે તે અમેરિકામાંથી આવી હતી. જાણકાર લોકોનુ કહેવુ છે કે નરગીસ ડાયલોગ ડિલિવરીથી તમામ લોકોને નારાજ કરી દેશે. બિશ્કેકમાં ફિલ્મ માટે શુટિંગ કરાયુ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



