મોરબીના પીપળી ગામે ભાગીદારો વચ્ચે મારામારી,જાનથી મારી નાખવાની ધમકી

0
14

મોરબીના પીપળી ગામે ભાગીદારો વચ્ચે માથાકૂટ થયા બાદ ચાર શખ્શોએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

મોરબીના અંજની પાર્કના રહેવાસી યોગેશ કાન્તિલાલ અગોલા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઉત્તમ નંદલાલ ઠોરીયા, નંદલાલભાઈ ધરમશીભાઈ ઠોરીયા, મહેશ રામજીભાઈ ઠોરીયા અને કરણ પ્રવીણભાઈ દલસાણીયા એમ ચાર શખ્શોએ તેને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીને આરોપી સાથે ભાગીદારીના ધંધામાં મનદુઃખ હોય અને ધંધાનો વહીવટ મોખિક અલગ કરેલ અને ફરિયાદીએ કરપ્શન કર્યાની શંકા રાખીને ઢીકા પાટું માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY