ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં વ્યાપક ટેક્સ ચોરી કરવામાં આવતી હોય અને વિવિધ ઉદ્યોગો દ્વારા કરાતી ટેક્ષ ચોરીને રોકવા માટે જીએસટી અને આઈટી ટીમો સતત દરોડા કરી રહી છે જેમાં ટંકારાની બે ફેક્ટરીમાં જીએસટી ટીમો ત્રાટકી હતી
ટંકારામાં આવેલ બે પોલીપેક ફેકટરીઓમાં જીએસટી વિભાગે દરોડા કર્યા હતા ગઈકાલે સાંજના સુમારે ઓચિંતી જીએસટી ટીમો ત્રાટકીને બંને ફેકટરીઓમાં સર્વે કર્યો હતો તેમજ બીલ સહિતના હિસાબી સાહિત્યો ફંફોસ્યા હતા અગાઉ મોરબીમાં અનેક સ્થળે આઈટી અને જીએસટીના દરોડા બાદ હવે ટંકારામાં જીએસટી ટીમ બે સ્થળે ત્રાટકી હતી જેથી ઉદ્યોગપતિઓમાં ભય અને ફફડાટ જોવા મળી રહ્યો છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





