અગાઉ એસઓજી ટીમે ૧૫ આરોપીને ઝડપી જેલહવાલે કર્યા છે
મોરબીમાં કરોડો રૂપિયાના જીએસટી ચોરી કોભાંડમાં એસઓજી ટીમ દ્વારા ધરપકડનો સીલસીલો ચાલુ જ છે અગાઉ ૧૫ આરોપીને ઝડપી લીધા બાદ વધુ એક શખ્શની ધરપકડ કરી એસઓજી ટીમે વધુ તપાસ ચલાવી છે
રાજ્ય વેરા અધિકારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આરોપીઓએ નાગરિકોને વિશ્વાસમાં લઈ તેઓના ડોક્યુમેન્ટ તથા ફોટો મેળવી સરકારનો વેરો નહીં ફરવાના ઇરાદાથી અગાઉ ગુનાહિત કાવતરું રચ્યું હતું. સાધારણ નાગરિકોને ખોટા બહાના હેઠળ ભોળવી તેમના ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી કુલ ૧૬ બોગસ પેઢીઓ બનાવી હતી અને તેના જીએસટી નંબર મેળવી તેના આધાર પર કુલ 3852 ઈ-બિલ વેરો રૂપિયા ૧૭ કરોડ ૭૬ લાખ ૬૦ હજાર 556 રૂપિયા નો સરકારી તિજોરીમાં નહીં ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું અને સાધારણ નાગરિકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ગુનો આચર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અગાઉ ૧૫ આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી પીઆઈ જે એમ આલ ની ટીમે વધુ એક આરોપી અવિનાશ ઉર્ફ બુકી લક્ષ્મણભાઈ માકાસણા (ઉંમર- 29) વાળાની અટકાયત કરી હતી. અને ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




