હળવદના કડિયાણા ગામે કુવામાં બે ગાય પડી જતા જીવદયાપ્રેમીઓનુ રેસ્ક્યુ,બાદ એકનો બચાવ એકનું મોત

0
39

હળવદ તાલુકાના કડીયાણા ગામે તળાવ પાસે આવેલ કુવામાં સવારે દસ વાગ્યાની આજુબાજુ એ બે ગાય કુવા માં પડી ગઈતી જેની જાણ જીવદયાપ્રેમી વિશાલભાઈ ત્રિવેદી તથા તાત્કાલિક ચારથી પાંચ જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં ત્રણ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બંને અબોલ જીવોને કેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ પાણી પી જવાના કારણે એક ગાયનું મોત થયો હતુ જ્યારે એક ગાયને બચાવી લેવામાં આવી હતી સમગ્ર રેસ્કયુ ઓપરેશનમાં જીવદયાપ્રેમી વિશાલભાઈ ત્રિવેદી ભરવાડ જગમાલભાઇ કરસનભાઈ ભરવાડ હરજીભાઈ સરપંચ, દુદાભાઈ,તથા અન્ય જીવદયાપ્રેમી એ ભારે જહેમત બાદ ગાયોને બચાવી હતી પરંતુ એક ગાયનું મોત થયુ હતુ,જેના કારણે નાના એવા ગામમાં એરેરાટી વ્યાપી ગઈ હતી,

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY