નર્મદા ડેમના પીઆરઓ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી છેલ્લા એક વર્ષથી પેન્શનથી વંચીત

0
23

પી.આર.ઓ.ના અધિકારીઓ પોતાના કર્મચારીના કામમાં રસ દાખવતા નથી.

કેવડિયાની પ્રવાસન વિભાગની કચેરી સામે ઉપવાસ પર ઉતરવાની નિવૃત કર્મચારીની ચીમકી મુખ્ય મંત્રી, અને જળસંપત્તિ સચિવને રજૂઆત ના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવા કહ્યું તેમના ઓર્ડરને પણ નિગમ કર્મીઓ ઘોળીને પી ગયા 

રાજપીપળા : નર્મદા બંધ કેવડિયા કોલોની પ્રવાસન વિભાગના તાબામાં ચાલતી પીઆરઓ કચેરીમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જી.વી.પટેલ નિવૃત થઇ ગયાને એક વર્ષ વીતી ગયું છે. જેમનું હજુ પેન્શન બંધાયું નથી છેલ્લા વર્ષથી આ કર્મચારીનું પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. પેન્શન મંજુર કરી આપવા માટે જી.વી.પટેલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત કરી ત્યારે મુખ્ય મંત્રી કાર્યાલય અને જળસંપત્તિ વિભાગના સચિવે પણ તાત્કાલિક પગલાં ભરવા હુકમ કર્યો છતાં સ્થાનિક કર્મચારીઓ મુખ્ય મંત્રી અને સચિવના હુકમને પણ ઘોળીને પી ગયા છે હજુ પણ કોઈ કામગીરી આગળ વધારી નથી ઉલ્ટાનું આ નિવૃત કર્મચારીને ઠપકો આપી રહ્યા છે અને તારું કામ કઈ સહેલાઇથી નહિ થાય જેવા ઉડાઉ જવાબો આપી ધક્કે ચઢાવી રહ્યા છે ત્યારે સીએમ ના હુકમનું પણ પાલન ન કરતા આવા કર્મચારીઓ ને સબક શીખવાડવો જરૂરી બન્યો છે, કાર્યપાલક ઈજનેર પ્રવાસન આ બાબતે જો જરૂરી કાર્યવાહી નહિ કરે તો આગામી સમયમા કચેરી બહાર ઉપવાસ આંદોલન પર ઉતરવા નિવૃત કર્મચારીએ ચીમકી આપી છે.

આ બાબતે નિવૃત કર્મચારી જી.વી.પટેલે જણાવ્યું હતું કે મારે નિવૃત થયે એક વર્ષ પૂર્ણ થશે હજુ સુધી મારુ પેંશન નથી બંધાયું જેમાં કેમ મારીજ કચેરીના કર્મચારીઓ રસ દાખવતા નથી કેમ મને જાણી જોઈને હેરાન કરે છે કઈ સમજાતું નથી મારાથી બનતી જરૂરિયાતો તેમની પુરી કરી પણ મારા પેન્શનની કામગીરી કરતા નથી એટલે ના છૂટકે મારે મુખ્ય મંત્રી અને સચિવાલયમાં રજૂઆત કરવી પડી સચિવ જળસંપત્તિ અને મુખ્ય મંત્રી કચેરી બંને જગાએ થી ઘટતી કાર્યવાહી કરવાની સૂચના આવી છતાં પણ આ વડી કચેરીના હુકમનો અનાદર કરી કર્મચારીઓ હજુ કોઈ કામ કર્યું નથી જેથી મારા પેંશન ચાલુ કરવા માંગ કરું છું અને જો વહેલી તકે મારુ કામ નહિ કરે તો પછી પ્રવાસન વિભાગની કચેરી બહાર હું આમરણાંત ઉપવાસ આંદોલન કરીશ કેમકે હાલ મારુ આખું પરિવાર આર્થિક મુશ્કેલીમાં આવી ગયું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY