હળવદના રાણેકપર ખાતે દત્તક લીધેલી આદિવાસી સમાજની દિકરીને પરણાવી સમાજને નવો રાહ ચિંદ્યો

0
267

ખેત મજુરી કરતાં આદિવાસી દિકરીને આપ્યું કન્યાદાન : દત્તક દિકરીને ધામધુમથી પરણાવી

આજે સમાજમાં નાતજાતના ભેદભાવો વધુ વકરી રહ્યાં છે ત્યારે હળવદના રાણેકપર ગામે ખેતમજૂરી કરતાં અતિપછાત બાળકીને દત્તક લીધી હતી જ્યારે પટેલ દંપતી દ્વારા આજે રિતિરીવાજ પ્રમાણે કન્યાદાન આપી સમાજને નવો રાહ ચિંદ્યો હતો.

આજના જમાનામાં જ્યારે પોતાના પરિવાર માટે પણ સમય નથી હોતો ત્યારે હળવદના રાણેકપર ગામના પટેલ લાલાબાપાના પરીવારે લક્ષ્મી નામની આદિવાસી સમાજની દિકરીને દત્તક લીધી હતી આ દિકરી જ્યારે માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે મોરબીમા જાણીતા ઉધોગપતી તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પટેલ રણછોડભાઈ એ પોતાની વાડીમાં ખેતમજૂરી કરતાં અતિપછાત એવા આદિવાસી પરિવારની દિકરી દત્તક લઈને સમાજમાં નવો રાહ ચિદ્યો છે.રાણેકપર ગામે વર્ષોથી આદિવાસી પરિવાર લાલજી બાપાની વાડીએ ખેતમજૂરી કરી રહ્યોં છે જેમાં મા બાપ વગરની દિકરીને લક્ષ્મી મામા ભગવાનભાઈના ત્યાં જ ઉછરી રહી હતી પરંતુ આ બાબત રણછોડભાઈની ધ્યાને આવતા દિકરી લક્ષ્મીને દત્તક લઈને માતપિતાની છત્રછાયા આપી હતી લક્ષ્મીને ભણાવી ગણાવી અને પોતાની જ દિકરીને જેમ સાચવી આજે તેના સમાજ મા લગ્ન કરાવ્યા હતા દિકરીના વિદાય સમય પાલક માતા પીતા તેમજ દિકરી ચોધાર આશુએ રડી પળીયા હતા આજે અખાત્રીજના પાવન અવસરે શુભ ચોઘડિયામા અમદાવાદથી જાન રાણેકપર આવી પહોંચી હતી રાણેકપર ગામે આજે યોજાયેલા અનોખા લગ્નમાં ગામલોકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યાં હતાં.

રીપોર્ટર
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY