હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમમાં નર્મદાનુ પાણી ભરવા રજૂઆત : ૪૫ ગામોને મળશે લાભ

0
13

તાત્કાલિક અસરથી ડેમ નહીં ભરવામાં આવે તો પિવાના પાણીની સમસ્યા સર્જાશે : દોઢ લાખ જનજીવન પર અસર

હળવદ ના ગામ્ય પંથકમાં પાણીનો પશ્રન વિકટ બન્યો છે બ્રાહ્મણી- ડેમ માં પાણી ઘટી જતા પાણીનો પ્રશ્ન ઉભો થાયો છે ત્યારે બાહ્મણી ડેમ મા પાણી ભરવા રજુઆત કરવામાં આવી છે

હળવદ પંથકમાં વરસાદ નહિવત પડતાં પિવાના પાણીની સમસ્યા સપાટી પર આવી છે જેમાં તાલુકાના ૪૫ થી વધારે ગામના સરપંચો પિવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે તાલુકા પ્રમુખ પાસે દોડી આવ્યા હતા જેમાં અંદાજે દોઢ લાખથી વધુ લોકો તેમજ ત્રણ લાખથી વધારે પશુઓને પિવાના પાણીના ફાફા પડી રહ્યાં છે.ત્યારે તાત્કાલિક અસરથી નર્મદા નહેરના પાણીથી બ્રાહ્મણી ૧ અને ૨ ડેમ ભરવા રજૂઆત કરી હતી ત્યારે પાણીની ગંભીરતાને લઈને તાલુકા પ્રમુખ કલેકટરને રજૂઆત કરી પાણીની સ્થિતિ વિશે માહિતગાર કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.

તાલુકાના વિવિધ રણકાંઠાના ગામોમાં દશ દિવસે અને પંદર દિવસે નર્મદા નિગમની પાઈપથી પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે હાલ કાળઝાળ ગરમીમાં પાણીના ફાફા પડી ગયાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં તાલુકાના ૪૫ થી વધારે ગ્રામ પંચાયત સરપંચો પોતાના ગામની પાણીની સમસ્યાઓ લઈને તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિહ ઝાલા પાસે દોડી આવ્યા હતા.સરપંચોની રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજ્યના વિવિધ જિલ્લામાં નર્મદાના પાણીથી તળાવો તેમજ ડેમ ભરવામાં આવ્યાં છે અને બ્રાહ્મણ ડેમ ૧ અને ૨ પાણી જીવાદોરી સમાન છે વધુમાં જણાવ્યું હતું કે તાલુકાના ૪૫ થી વધારે ગામની વસ્તી આશરે દોઢેક લાખની આસપાસ છે અને સાથે મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવાથી અંદાજે ત્રણેક લાખથી વધારે પશુઓ પર સિધી અસર પડશે.
હળવદ તાલુકાના ૪૫થી વધારે ગામના સરપંચો તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખને રજૂઆત કરી હતી ત્યારે પાણીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરે અને પંથકના લોકો અને પશુઓ પાણીના એક એક ટીપાં માટે વલખાં મારે તેવી સ્થિતિ નિર્માણ થાય તેવું જણાય રહ્યું છે.એકબાજુ વરસાદ નબળો પડતા આમેય ખેડૂતોને પિયત માટે પાણીના ઉપયોગની તંત્ર દ્વારા ના પાડવામાં આવી છે તેમાંય હાલ બ્રાહ્મણ ડેમ ૨માં ૧૦ ફુટ જેટલું પાણી બચ્યું છે અને તે પણ ટુંક સમયમાં જ સુકાઈ જાય તેવી શક્યતા છે ત્યારે નર્મદા કેનાલનુ પાણી બ્રાહ્મણ ડેમ ૧ અને ૨ માં છોડવા માટે માંગ કરી હતી.ત્યારે તાલુકા પ્રમુખે પિવાના પાણીની સમસ્યાને ગંભીરતાથી લેતાં તાત્કાલિક મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી અને સ્થિતિ થી માહિતગાર કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY