મોરબીના નવલખી રોડ પરના ત્રિલોકધામ મંદિર ખાતે શ્રી નવગ્રહ મંદિરનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનું આયોજન તા. ૨૧ થી ૨૩ દરમિયાન કરવામાં આવ્યું છે
શ્રી નવગ્રહ મંદિરના ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવમાં યજ્ઞ આચાર્ય પદે શાસ્ત્રી દિનેશજી મહારાજ (લુણસરવાળા) બિરાજશે મહોત્સવમાં પ્રથમ દિવસે તા. ૨૧ ના રોજ પંચાગ કર્મ, દેવતા આહ્વાન પૂજન, અગ્નિ સ્થાપન દેવતા હોમ તેમજ તા. ૨૨ ના રોજ જલયાત્રા, શોભાયાત્રા, મહાન્સાસ, પૂજન અને આરતી તેમજ ત્રીજા દિવસે પ્રાત ભજન, પ્રતિષ્ઠા હોમ, પુર્ણાહુતી અને આરતી યોજાશે સાંજે ૬ કલાકે ઓમકાર સંગીતમય સંધ્યા મહાઆરતી યોજાશે તેમજ તા. ૨૩ ને ગુરુવારે સાંજે ૦૬ : ૩૦ કલાકે ત્રિલોકધામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજાશે
મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા ત્રિલોકધામ મંદિરના મહંત નવનીતભારથી (ગુરુ) તેમજ હસમુખરાય અમૃતલાલ રાચ્છ તેમજ ભાવનાબેન હસમુખરાય રાચ્છ તેમજ સમસ્ત કુબેરનગર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9738075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




