રાત્રે કંપનીમાંથી છૂટતી મહિલાઅોએ અંધારામાંથી પસાર થવું પડે છે
અંકલેશ્વર, તા.૧૭
પાનોલી ઔદ્યોગિક વસાહતમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટ્સ ગુલ રહેતાં મોડા છૂટતા કામદારો પર અકસ્માત તેમજ લૂંટફાટનો ભય તોળાયેલો જાવા મળી રહ્ના છે.
અંકલેશ્વરને અડીને જ આવેલી પાનોલી ઔદ્યોગિક વસાહતમાં અંદાજે ૭૦૦ જેટલા નાના મોટા એકમો રાત દિવસ ધમધમે છે. આ ઉદ્યોગોમાં ખાસ કરીને સેકન્ડ શિફ્ટમાં કામ કરતા કામદારો મોડી રાત્રે ૧૦ થી ૧૧ કલાકે ફરજ બજાવીને નીકળતા હોય છે. ઔદ્યોગિક વસાહત આ સમયે સૂમસાન હોવાથી કામદારો એકલદોકલ જ પગપાળા કે સાઈકલ અને ટુ વ્હીલર્સ પર જતા હોય છે. રાત્રિનો સમય હોવાથી સ્ટ્રીટ લાઈટની આવશ્યકતા સ્વભાવિક જ અનિવાર્ય છે. પરંતુ ઘણાં ખરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ્સ ગુલ થયેલી જાવા મળે છે. વળી, કેટલાક ઉદ્યોગોમાં તો મહિલા કર્મચારીઓએ પણ સેકન્ડ શીફ્ટમાં જવું પડતું હોય છે. મોડી રાત્રે છુટતી મહિલાઓ પર સ્ટ્રીટ લાઈટ્સના અભાવે જોખમ વધી જાય છે. વળી અન્ય કામદારો પર પણ અકસ્માત કે લૂંટફાટનો ડર છવાયેલો રહે છે. આ અંગે કામદારો દ્વારા રજૂઆતો કરાયા છતાં આ દિશામાં ઉદ્યોગ મંડળી દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. આટલી મોટી વસાહત હોવા છતાં ઉદ્યોગ મંડલી કે નોટીફાઈટ એરિયા કામદારોની સુરક્ષા, સલામતી માટે સ્ટ્રીટ લાઈટ્સ શરૂ કરવા તરફ બેદરકારી દાખવે એ અયોગ્ય છે. ત્યારે આ દિશામાં તરત કાર્ય થાય એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




