વાંકાનેરના શહેરી વિસ્તારોમાં આવેલ જોશીફળી મા આવેલ રહેણાંક મકાનમાંથી સાંજના સમયે તસ્કરો લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી ગયા છે ઘટના ની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર શહેર વિસ્તારમાં આવેલી જોશીફળી વિસ્તારમાં આ રહેતા મનસુરભાઈ દાઉદભાઈ લાતીવાળા ના બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા 15 લાખના દાગીના અને 2 લાખ રોકડ સહિત 17 લાખ ચોરી ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે વધુમાં મળતી વિગતો મુજબ વોરજી પરિવાર સાજન 7 વાગ્યા સમયે નમાજ પઢવા અને રોજુ ખોલવા માટે ગયું હતું ત્યારે તસ્કરો ઘરમાં ઘુસી કબાટના તાળા તોડી આ ચોરીને અજામ આપ્યો હતો
આ ઘટનાની જાણ થતાં એલ.સી.બી., એસ.ઓ.જી., અને સ્થાનિક પોલીસ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું હતું પણ દિવસ દહાડે મોટી ચોરીની ઘટના બનતા વાકાનેર પથકમાં ચકચાર મચી જવા પામી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
973775717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




