મોરબીના વાવડી રોડ પર પાડોશીઓ વચ્ચે ધીંગાણું, સામસામી ફરિયાદ

0
9

શર્ટ પહેરવા બાબતે બોલાચાલી બાદ મારામારી

મોરબીના વાવડી રોડ પરની સોસાયટીમાંપાડોશીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થવા પામી હતી જે બાબતે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પરની ભક્તિનગર સોસાયટીના રહેવાસી દિલીપ કેશવજી પટેલે. પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી યોગેશ નરભેરામ ચાવડા અવારનવાર ખુલ્લા શર્ટથી ઘરની બહાર શેરીમાં ફરતો હોય જેને શર્ટ પહેરવાનું કહેતા લોખંડના પાઈપ વડે ફરિયાદી તેમજ તેના માતાપિતાને ઈજા કરી છે જયારે સામાપક્ષે યોગેશ નરભેરામ ચાવડાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી દિલીપ કેશુભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને દિલીપના મમ્મી હંસાબેન એ ત્રણ આરોપીઓએ ફરિયાદી સાથે શર્ટ પહેરવા બાબતે બોલાચાલી કરી ધોકા વડે માર મારી તેને ઈજા પહોંચાડી છે એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY