નવલખી બંદરે બાર્જમાંથી લાખોના ડીઝલ ચોરી પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

0
14

૪૮૦૦ લીટર ડીઝલ ચોરી મામલે કરાઈ હતી ફરિયાદ

માળીયાના નવલખી બંદરે બાર્જમાંથી ડીઝલ ચોરી પ્રકરણમાં માળિયા પોલીસે ૨૮ શખ્શો સામે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે પ્રકરણમાં અગાઉ અનેક આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે

માળીયાના નવલખી બંદરે બાર્જના ડ્રાઈવર સાથે સેટિંગ કરીને ૪૮૦૦ લીટર ડીઝલ ચોરી કરવામાં આવી હોય જે મામલે યુ એસ એલ કંપનીના નીતિનભાઈ પરમારે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને માળિયા પોલીસે વિવિધ બાર્જના ડ્રાઈવર અને માળિયા પંથકના ઈસમો સહીત ૨૮ શખ્શો સામે ડીસેમ્બર માસમાં ગુન્હો નોંધી તપાસ આદરી હતી અને તપાસ દરમિયાન અનેક આરોપી ઝડપાયા હતા જયારે ડીઝલ ચોરી કોભાંડમાં સંડોવાયેલ આરોપી કાદર હબીબ જેડા રહે જુના રેલ્વે સ્ટેશન માળિયા (મી.) વાળાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY